Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વડોદરા :વડદલા ગામની સીમમાંથી જુગાર રમતા છ જુગા‍રીઓ ઝડપાયા

રોકડ રકમ સહીત 18 હજારથી વધુનો મુદામાલ જપ્ત

વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથકની હદમાં આવેલા વડદલા ગામની સીમમાંથી વરણામા પોલીસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા છે

   મળતી વિગત મુજબ પોલીસને મળેલી બાતમીના અાધારે મોજે વડદલા ગામની સીમમાં પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને જુગાર રમી રહેલા ચિરાગભાઇ પરમાર, લક્ષ્‍મણભાઇ ગોહીલ,સંજયભાઇ પરમાર,દિનેશભાઇ પરમાર,રમેશભાઇ પઢીયાર, હરીકુષ્ણભાઇ પઢીયાર તમામ લોકોને ઝડપી પાડ્યા હતા.

  પોલીસે જાહેરમાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા દાવ ઉપરના રોકડા ૫૪૦૦ તથા તમામના અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા ૬૮૧૦ તથા મોબાઇલ નંગ ૪ કિ ૬૫૦૦ મળી કુલ રૂપિયા ૧૮,૭૧૦નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:10 am IST)