Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મહેસાણાના ગોઝારિયામાં ખાનગી બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ: ગ્રામજનોમાં ભયનો વાતાવરણ ફેલાયું

 મહેસાણા:ના ગોઝારિયા ગામ ખાતે  અર્બન કો.ઓપરેટીવ બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ થતા ગામ સહિત પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અજાણ્યા શખ્સો  દ્વારા બેન્ક નીચેના એટીએમમાં પ્રવેશી અલગ અલગ ભાગ તોડી રૃા. ૧.૮૦ લાખનું નુકસાન કર્યું હોવાની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકા સહિત જિલ્લામાં ઘરફોડવાહન ચોરએટીએમ તોડી લૂંટ કરતી ટોળકી સક્રિય થી હોય તેવી ભીતિ જિલ્લાવાસીઓમાં થઈ રહી છે.

વાહન ચોરીઘરફોડ સહિતના ગુનામાં વધારો થઈ રહ્યો છે તેવામાં ગોઝારિયા સ્થિત ધી અર્બન કો.ઓપરેટીવ બેન્કના એટીએમ મશીનને રાત્રીના સમયે નિશાચરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં અજાણ્યા શખસોએ એટીએમમાં પ્રવેશી મશીનના અલગ અલગ ભાગો તોડી પૈસાની ચોરીની કોશિશ કરી હતી.

 

(5:49 pm IST)