Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વડોદરા ક્રિકેટ એસો,પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા ગૂમ :કરોલીબાગની બેન્ક પાસેથી લાપતા

ગૂમ થયાની જાણ થતા જ પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા

વડોદરા :અમેરિકાથી વડોદરા આવેલા વડોદરા ક્રિકેટ એસોસિએશનનાં પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા ગૂમ થયા છે. મિત્તલ સરૈયા કારેલીબાગમાં આવેલી એક ખાનગી બેંક પાસેથી ગૂમ થયા છે. તેઓ અમેરિકાથી કાકાનાં ખબર કાઢવા વડોદરા આવ્યા હતા. તેમના ગૂમ થયાની જાણ થતા જ પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

  વડોદરાથી અમેરિકામાં સ્થાયી થયેલા ૫૧ વર્ષિય મિત્તલ સરૈયા એક સમયે વડોદરા વતીથી ક્રિકેટ રમતા હતા. તેઓ એક સમયે બરોડા ક્રિકેટ એસોસિએશનનાં સંભવિત ક્રિકેટર હતા. લગભગ એક દાયકા બાદ અમેરિકાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ કાકાનાં ખબર પુછવા વડોદરા આવ્યા હતા. મંગળવારે બપોરે તેઓ આમ્રપાલી કૉમ્પલેક્સ સ્થિત ખાનગી બેકમાં કામથી ગયા હતા.

  બેંકમાં પાસપોર્ટની નકલ માંગ્યા બાદ તેઓ ઘર તરફ આવવા નીકળ્યા હતા,પરંતુ ઘરે પહોંચ્યા નહોતા. ઘણા કલાકો વિત્યા બાદ પણ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા નહીં ત્યારે પરિવાર ચિંતિત થયો હતો અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.બેંકનાં સીસીટીવીમાં મિત્તલ સવૈયા જોવા મળ્યા હતા.તેઓ શનિવારનાં રોજ અમેરિકા જવાના હતા. પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજનાં આધારે તેમની શોધખોળ આરંભી છે.

(2:22 pm IST)