Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ભરૂચમાં ખનીજ માફીયાઓ બેફામ :કર્મચારીઓ પર જીવલેણ હુમલો: ત્રણ ઘવાયા ;એક ગંભીર

રતનપોર પાસે આવેલી ટ્રકને અટકાવી બિલ્ટી અને રોયલ્ટી પાસ માંગતા KCL પાસે કરાયો હુમલો

ભરૂચમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે ખાણ ખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાયો છે ત્રણ પૈકી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 મળતી વિગતો મુજબ ભરૂચના રતનપોર પાસે આવેલી KCL પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિભાગના ત્રણ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો, ખાણ ખનીજ વિભાગના કર્મચારી કેયુર રાજપરા સહિત અન્ય સ્ટાફ સાથે ઓરપટાર, જૂની તરસાલી ખાતે ચાલતી લીઝની ચેકીંગ માટે ગયા હતા. ચેકીંગ કરી પરત ફરી રહેલા સ્ટાફે ટ્રકને અટકાવી હતી અને બિલ્ટી તથા રોયલ્ટી પાસ માંગ્યો હતો. સ્ટાફે ટ્રક અટકાવતા અને ચેકીંગ કરતા રોયલ્ટી પાસ નહીં બતાવી શકેલા શખ્સોએ સીધો હુમલો કર્યો હતો. આશરે 20થી 25 જેટલાના ટોળાંએ સ્ટાફ પર હુમલો કર્યો હતો. ખૂબ માર માર્યો હતો. લાકડીના ફટકા અને ઢીક-મુક્કીનો માર મારવામાં આવ્યો હતો.

રાજ પારડી પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. એવું મનાય છે કે આ હુમલા પાછળ ખાણ માફીયાઓનો હાથ છે. ભરૂચમાં પાછલા કેટલાક સમયથી ખાણ માફીયાઓએ માઝા મૂકી છે અને આવી રીતે કર્મચારીઓ પર જીવલેણ હુમલાના બનાવો બનતા રહે છે.

(1:45 pm IST)