Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભરૂચ ટોલનાકે ઝડપાયેલ 25 લાખની રોકડ મોકલનાર સુરતના બિલ્ડરની ઓફિસમાં દરોડો : 30,95 લાખની રોકડા મળ્યા

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને રૂપિયા આપવા જઈ રહેલા બે શખ્સને ઝડપી લેતા રૂપિયા બિલ્ડરે મોકલ્યા હોવાની કબૂલાત કરતા દરોડો

સુરત: કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને રૂપિયા આપવા જઈ રહેલા બે શખ્સને ભરૂચ જિલ્લાના ટોલનાકા પરથી એલસીબી દ્વારા એક કારમાંથી રૂપિયા 25 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતથી આવેલા બંને શખ્સોની કરેલી પૂછપરછમાં સરથાણા વિસ્તારના બિલ્ડરના ત્યાંથી રૂપિયા લઈ જઈ રહ્યાની કબૂલાતને પગલે સુરત પોલીસે દરોડો પાડી વધુ 30 લાખ રોકડા જપ્ત કર્યા હતાં.

ભરૂચ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી સુરત તરફથી આવતી વડોદરા પાસિંગની કારને અટકાવી તેમાં બેસેલાં બે વ્યક્તિની પુછપરછ કરી હતી, તેમની કારમાંથી રૂ. 25 લાખ ભરેલી એક થેલી મળી આવી હતી. દિપક દશરથસિંહ ચૌહાણ (રહે. ધનોરા, તા. કરજણ) અને રવી લક્ષ્મણ મોકરિયા (રહે. અવધ સોસાયટી, વાસણા રોડ, વડોદરા)એ સુરતથી રૂપિયા લાવ્યાનું જણાવતા ભરૂચ પોલીસે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને  જાણ કરી હતી

જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચે સરથાણા સ્થિત રિવેરા એટલાન્ટિસ નામના પ્રોજેકટમાં આવેલી બિલ્ડરની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જે ઓફિસમાંથી રોકડ રૂપિયા 30 લાખ 95 હજાર જેટલી રકમ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિલ્ડરનું નિવેદન લેવામાં આવ્યું હતું. પ્રાથમિક પુછપરછ 25 લાખ રૂપિયા બિલ્ડર દ્વારા જ આપવામાં આવ્યાની કબૂલાત કરી હતી. આ રૂપિયા કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાની વાત પણ કબૂલી હતી. સુરત પોલીસે જપ્ત કરેલા 30 લાખ રૂપિયા પણ ભરૂચ પોલીસને મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ ઇન્કમટેક્સ વિભાગ અને ચૂંટણી વિભાગને આ અંગે લેખિત જાણ પણ કરવામાં આવી છે.

ભરૂચ ટોલનાકે ઝડપાયેલ 25 લાખની રોકડ મોકલનાર સુરતના

બિલ્ડરની ઓફિસમાં દરોડો : 30,95 લાખની રોકડા મળ્યા

ગ્રેટ---- કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને રૂપિયા આપવા જઈ રહેલા બે શખ્સને ઝડપી લેતા રૂપિયા બિલ્ડરે મોકલ્યા હોવાની કબૂલાત કરતા દરોડો

(8:02 pm IST)