Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પીપીઈ પહેરવાથી કોરોના વોરિયર્સનું વજન ઘટવા લાગ્યું

પીપીઈ પહેરવાથી સુરક્ષા તો મળે છે પણ વજન ઘટ્યું : મહામારી શરુ થઈ ત્યારથી ડોક્ટરાનીે પીપીઈ કિટ પહેરીને ખડેપગે દર્દીઓની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

અમદાવાદ,તા.૨૮ : છ મહિના કરતાં વધારે સમયથી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટરો પીપીઈ કિટ પહેરીને સતત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જ્યાં એક તરફ પીપીઈ કિટ તેમને વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષા આપે છે તો બીજી તરફ આ કિટ તેમને ખાતા-પીતા રોકે છે અને વધારે પરસેવાનું કારણ બને છે. જેના કારણે ફ્રંટલાઈન કોવિડ વોરિયર્સનું વજન ઘટવા લાગ્યું છે. ૨૫ વર્ષની ડો.નિધિ કાપડીયા કે જે એમડી સાઈકિયાટ્રિકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેણે જણાવ્યું હતું કે, 'કોરોના મહામારી શરુ થઈ ત્યારથી હું ડ્યૂટી પર છું. પીપીઈ કિટ પહેર્યા બાદ કોરોના ઈન્ફેક્શનને ટાળવા માટે અમે કંઈ ખાઈ-પી શકતા નથી. એપ્રિલથી જૂનના સમયગાળામાં એટલી ગરમી પડી કે અમે પીપીઈ કિટમાં કંટાળી જતા હતા. અમે પરસેવાથી નીતરી જતા હતા છતાં તેને કાઢી શકતા નહોતા. આ સિવાય દર્દીઓ સાથે ડીલ કરવાથી હું માનસિક રીતે થાકી ગઈ છું. દિવસ પૂરો થતાં અમે એટલા થાકી જઈએ છીએ કે જમવાના પણ હોશ રહેતા નથી. અમે તેથી ઊંઘી જઈએ છીએ. બદલાતી રહેતા શિફ્ટ ટાઈમે પણ મહત્વનો ભાગ ભજવ્યો.

             ઘણી વખત તો હું બપોરે અને સાંજે નહોતી જમી. સાત દિવસની ફરજ પછી અમને એક અઠવાડિયાનો વિરામ મળે છે, તેમ છતાં શિફ્ટ ઘણીવાર ભોજનના સમયમાં ખલેલ પહોંચાડે છે. એપ્રિલ પહેલા મારું વજન ૭૫ કિલો હતું અને હવે ઘટીને ૬૬ કિલો થઈ ગયું છે. મેડિકલ સર્વિસના હેડ ડો. અનુશ્રી પંડ્યાએ પોતાના અનુભવ જણાવતાં કહ્યું કે, હું દિવસના ૮થી ૧૦ કલાક કામ કરું છું. કોરોના મહામારી શરુ થઈ ત્યારથી મેં એક દિવસની પણ રજા લીધી નથી. ઉપરથી સ્ટાફ ઓછો છે. દર્દીઓનો ધસારો વધારે છે અને તેઓ ઝડપથી રિકવર થાય તેની ખાતરી કરવા માટે અમારે મેનેજ કરવું પડે છે. અમે અમારી નજરોની સામે લોકોને મૃત્યુ પામતા જોયા છે, જે અમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઉપરાંત પીપીઈ એટલે સતત પરસેવો થવો. જેના કારણે સ્કિન ઈન્ફેક્શન, અલ્સર, યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થાય છે. લોકડાઉન પહેલા મારું વજન ૫૮ કિલો હતું અને હવે ઘટીને ૫૦ કિલો થઈ ગયું છે. પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનના કન્સલ્ટન્ટ ડો. ભાગ્યેશ શાહે (ઉંમર ૩૮) જણાવ્યું કે, મહામારી જ્યારે શરુ થઈ ત્યારે મારું વજન ૮૮ કિલો હતું અને આજે મારું વજન ૮૦ કિલો છે. વજન ઓછું થઈ જતાં હું ખુશ છું પરંતુ આ સામાન્ય રીતે થયું નથી અને આ ચિંતાનો વિષય છે. છેલ્લા ૫-૬ મહિનાથી અમે ૮થી ૧૦ કલાક માટે પીપીઈ કિટ પહેરીએ છીએ. પીપીઈ કિટ પહેરી હોય ત્યારે અમે પાણી પી શકતા નથી અથવા ભોજન લઈ શકતા નથી.

(7:38 pm IST)
  • મગફળી ખરીદી : ત્રીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર૦૦થી વધુ આવ્યા : ઉતારા-ભેજમાં ઘટાડા અંગે ચાલી રહેલી સતત માથાકુટ : દેકારો : રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજે ત્રીજા દિવસે ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર દિવસમાં પ હજાર કિલોથી વધુ ખરીદી : આજે બપોર સુધીમા ર૦૦ ખેડૂતો આવ્યા : ઉતારામાં ઘટાડો-ભેજમાં વધારો અંગે ગ્રેડરો-ખેડૂતો-તંત્ર વચ્ચે અનેક કેન્દ્રો ઉપર સતત માથાકુટ-દેકારો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત access_time 3:37 pm IST

  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • વીજળીના દરમાં પ્રતિ યૂનિટ ૧૯ પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી સૌરભ પટેલની જાહેરાત : ફ્યુલ સરચાર્જમા કરાયો ઘટાડો : ૧૪૦ કરોડ ગ્રહકોને થશે ફયદો : ઉધ્યોગ જગતને વીજળીબીલમાં રાહત access_time 5:41 pm IST