Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

એસ.ડી.એચ વિરમગામ ખાતે ટીબીના ઝડપી નિદાન માટે ટ્રુનાટ મશીનનું સફળ ઇન્સ્ટોલેશન કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ટીબીના રોગને વર્ષ ૨૦૨૫માં નાબુદ કરવા માટે વડાપ્રધાન દ્વારા આહવાહન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ટીબી તેમજ હઠીલા ટીબીનું ઝડપી નિદાન થાય તે હેતુસર અધ્યતન ટ્રુનાટ મશીન વિરમગામ ખાતે ફાળવવામાં આવેલ છે. એસ.ડી.એચ (ગાંધી હોસ્પિટલ) વિરમગામ ખાતે અમદાવાદ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાની ઉપસ્થિતીમાં ટીબીના નિદાન માટેના ટ્રુનાટ મશીનનું સફળ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યુ હતુ. દર્દીઓને હવે ટીબીની વધુ તપાસ માટે સિવીલ હોસ્પિટલ અમદાવાદ જવાની જરૂર નહી રહી અને ટ્રુનાટ મશીન દ્વારા વિરમગામ ખાતે જ ટીબીના દર્દીઓનું ઝડપથી નિદાન કરી શકાશે. જેથી વિરમગામ, માંડલ, દેત્રોજ સહિતના આસપાસના તાલુકાના દર્દીઓને ફાયદો થશે. એસ.ડી.એચ વિરમગામ ખાતે નિઃશુલ્ક ટીબીનું ઝડપી નિદાન કરી શકાશે. નોંધનિય છે કે, ખાનગી લેબોરેટરીઓમાં ટીબીની ટ્રુનાટ મશીન દ્વારા તપાસ કરવાના ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપીયા લેવામાં આવે છે. તેમ અમદાવાદ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયાએ જણાવ્યુ હતુ.

(8:04 pm IST)