Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શિયાળાની શરૂઆત થતા પહેલાજ તસ્કરો થયા મહેસાણામાં સક્રિય: ટીબી રોડ પર બે મંદિર સહીત એક મકાનને નિશાન બનાવી 2 લાખથી વધુની મતાની ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ

મહેસાણા: ઠંડીમાં જાણે પોલીસની ઉંઘ ઉડાડતા હોય તેમ તસ્કરોએ મહેસાણા અને કડીના ત્રણ મંદિરો અને કડીના તબીબના બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણેકડીના કરણનગર રોડ પર આવેલ શુભમ બંગ્લોઝમાં રહેતા તબીબ નિલેશ નાયક નવરાત્રીના આઠમ નિમિતે અમદાવાદના નરોડા ખાતે રહેતા પોતાના માતા-પિતાના ઘરે પરિવાર સાથે ગયા હતા. તે વખતે અજાણ્યા શખસોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદરથી સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૃ..૩૭ લાખની મત્તાની ચોરી કરીને નાસી છુટયા હતા. અમદાવાદથી પરત આવેલા તબીબને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં તેમણે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કડીના છત્રાલ રોડ ઉપર આવેલા જલારામધામમાં પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. નોંધપાત્ર છે કેજલારામ ધામમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં મોઢા ઉપર રૃમાલ બાંધેલા અજાણ્યા પાંચ શખસોની હિલચાલ નજરે પડે છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે જલારામ મંદિરમાં ઘુસેલા અજાણ્યા શખસોએ આઠ વર્ષથી સેવા પુજા કરતા પુજારી તેમજ પત્નીને ચપ્પુની અણી બતાવી દાગીના ઉતારાવી નાશી છુટયા હોવાનું જાણવા મળેલ છે.  જ્યારે મહેસાણા શહેરના ટીબીરોડ પર પ્રજાપતિ વાડી આગળ આવેલ બ્રહ્માણી માતાજીના અને સોમનાથ મહાદેવના મંદિરના દરવાજાનું તાળું તોડી અજાણ્યા શખસોએ મોટી દાન પેટી તોડી રોકડની ચોરી કરી હતી. જ્યારે બીજી નાની લોખંડની દાન પેટીઓ ઉઠાવી ગયા હતા. અંગે મહેસાણા બી ડિવીજન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

(5:06 pm IST)