Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પાલનપુરમાં મકાનમાં પાર્લર ધરાવતા વેપારીની સગીર પુત્રી પર સિગારેટ પીવા આવતા યુવાને દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

બનાસકાંઠા:જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થા કથળી ગયો હતો તેમ દિનપ્રતિદિન બળાત્કારહત્યા જેવા સંગીન ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આખોલ દુષ્કર્મ બાદ હત્યા અને પાલનપુરના કરજોડામાં સાવકી પુત્રી પર બળાત્કાર ગુજારવાની ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યાં પાલનપુરમાં એક વિદ્યાર્થીની પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવતા ચકકચાર મચી જવા પામી છે. પાલનપુરમાં રહેતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય કિશોરીને તેના પિતાના પાર્લર પર સિગારેટ પીવા આવતો પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ બેંક સોસાયટીમાં રહેતો મોન્ટુ રમેશભાઇ બાયડ નામના યુવક વાતો વાતોમાં કિશોરીને ફોસલાવી તેની સાથે પરિચય કેળવ્યો હતો અને ચારેક માસ અગાઉ કિશોરી રાત્રે પોતાના મકાનમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે યુવક સિડીના માર્ગે મકાનમાં ઘુસી કિશોરી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવા તેમજ બદનામ કરવાની ધમકી આપી હતી જે બાદ પણ યુવક કિશોરી જ્યાં જતી હોય ત્યાં તેનો પીછો કરી તેની છેડતી કરીને હેરાન કરતો હોય આખરે કિશોરીએ પોતાની સાથે દુષ્કર્મ ગુજારનાર યુવકથી પીછો છોડાવવા માટે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.

(5:05 pm IST)