Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભિલોડા તાલુકાના દહેગામડા ખાતે દૂધ મંડળીના સેક્રેટરીએ 2.44 લાખની ઉચાપત કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ભિલોડા: તાલુકાના દહેગામડા ખાતે સેવારત દૂધ મંડળી માં વર્ષ ૨૦૧૬ દરમ્યાન તત્કાલીન મંડળી સેક્રેટરી દ્વારા મંડળીની સિલક અને માલ વેચાણના નાણાં ની કાયમી ઉચાપત કરી નાણાંકીય ગેરરીતી આચરાઈ હતી.ઓડીટ દરમ્યાન જણાઈ આવેલ ઉચાપત ને લઈ મંડળી દ્વારા રજીસ્ટારના અહેવાલ બાદ પૂર્વ સેક્રેટરી વિરૂધ્ધ ફરીયાદ કરાતાં  શામળાજી પોલીસે આઈપીસી સેકશન ૪૦૮ હેઠળ દૂધ મંડળીના નાણાંની ઉચાપત કરી અંગત કામે વાપરી નાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સહકારી ક્ષેત્રે રૂ..૪૪ લાખની ઉચાપતથી સહકારી ક્ષેત્રે ચકચાર મચી હતી.

ફરીયાદમાં સેક્રેટરીએ વર્ષ ૨૦૧૬ દરમ્યાન મંડળીની સિલક રૂ.૧૦૭૭૪.૮૭ તેમજ મંડળીમાં હાજર વિવિધ પ્રકારના માલ જથ્થાના વેચાણના નાણાં રૂ.,૩૩,૭૧૫ ની કાયમી ઉચાપત કરી હોવાનું જણાવી ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. શામળાજી પોસઈ અનંત દેસાઈ ફરીયાદના આધારે આરોપી પૂર્વ સેક્રેટરી કાળુસિંહ પ્રવીણસિંહ જાડેજા રહે.દહેગામડા નાઓ વિરૂધ્ધ આઈપીસી સેકશન ૪૦૮ હેઠળ કાયમી ઉચાપતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(5:05 pm IST)