Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ગાંધીનગર નજીક કોલવડા ગામે બે મંદિરને નિશાન બનાવી તસ્કરોએ 90હજારના આભૂષણની ચોરી કરતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર:શહેર નજીક આવેલા લોકડાઉનના સમયે જોગણી માતાજી અને ગોગા મહારાજના મંદિરમાંથી અનુક્રમે .૧૮ લાખ અને ૯૦ હજારના આભુષણોની ચોરી થઈ હતી.જો કે નવરાત્રીના સમયે ગ્રામજનોએ ચર્ચા વિચારણા કર્યા બાદ મામલે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.   

રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો છેલ્લા થોડા સમયથી તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર રહયા છે. રાત્રીના સમયે ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. મકાન દુકાન બાદ હવે મંદિરો પણ તસ્કરોના નિશાન ઉપર આવી ગયા છે. ત્યારે શહેર નજીક આવેલા કોલવડા ગામમાં પણ બે-બે મંદિરોમાં ચોરીની  ઘટના બનવા પામી છે. અંગે  મળતી વિગતો પ્રમાણે કોલવડા ગામમાં આવેલા જોગણી માતાના મંદિરમાં ગત તા.૧પ એપ્રિલના રોજ દરવાજાનું તાળું તુટેલું હતુ અને તપાસ કરતાં માતાજીના દાગીના ગુમ હતા. જેથી ધીરજસિંહ જશવંતસિંહ વાઘેલાએ સંદર્ભે તેમના ભાઈને જાણ કરી હતી અને નવરાત્રીમાં ચર્ચા કર્યા બાદ મામલે ચાંદીના નાના મોટા છત્ર, ચાંદીનો ગરબો સહિત અન્ય આભુષણો મળી .૧૮ લાખની ચોરીની ફરીયાદ પેથાપુર પોલીસ મથકમાંઆવી  હતી. તો પ્રકારે કોલવડા આશાપુરાનગર સોનીપુર રોડ ખાતે રહેતા લકીરાજસિંહ પ્રવિણસિંહ રાણાએ પણ તેમના ઘર પાસેના ગોગા મહારાજના મંદિરમાંથી ૯૦ હજારના આભુષણોની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

(5:04 pm IST)