Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુરતમાં મોબાઈલ સ્નેચરો સક્રિય: દોઢ કિલોમીટરના અંતરે ત્રણ નિશાન સાધી 43 હજારના કિંમતના ત્રણ મોબાઈલની ઉઠાંતરી કરતા પોલીસ તંત્ર સજાગ

સુરત: શહેરના સક્રિય મોબાઇલ સ્નેચરો આજે સવારે માત્ર 30 મિનીટના સમયગાળામાં જહાંગીરપુરા અને દાંડી રોડ પર ત્રણ ઠેકાણે ત્રાટકી બે રાહદારી અને રીક્ષામાં સવાર મહિલા સહિત ત્રણને નિશાન બનાવી 43 હજારની કિંમતના ત્રણ મોબાઇલ આંચકી જઇ પોલીસને પડકાર ફેંક્યો છે.

શહેરમાં મોટરસાઇકલ સવાર સ્નેચરોએ આંતક મચાવ્યો છે. આજે સવારે જહાંગીરાપુરાના જહાંગીરાબાદ વિસ્તારની સુંદરવન સોસાયટીમાં રહેતો મીત મનોજ પટેલ (.. 21) રાબેતા સવારે 6.15 વાગ્યે મોર્નીંગ વોક માટે ઘરેથી નીકળી ડભોલી બ્રિજ પર જઇ રહ્યો હતો. રસ્તામાં જહાંગીરપુરા લાયબ્રેરી સામેથી પસાર થતો હતો ત્યારે મીતએ મિત્રને કોલ કર્યો હતો. તે દરમ્યાન કાળા કલરની પલ્સર મોટરસાઇકલ પર ત્રાટકેલા સ્નેચરો મીતનો મોબાઇલ ફોન કિંમત 16 હજારની મત્તાનો આંચકીને ભાગી ગયા હતા.

(5:04 pm IST)