Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુરતના લીંબાયતમાં અગાઉ 14 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી એકથી વધુ વાર દુષ્કર્મ આચરનાર શખ્સને અદાલતે 10 વર્ષની કેદની સુનવણી કરી

સુરત: આજથી પાંચેક વર્ષ પહેલા લિંબાયત વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપીને એમ્બ્રોડરી કારખાના પર બોલાવીને એકથી વધુ વખત દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપી યુપી વાસી યુવાનને આજે પોકસો કેસોની ખાસ અદાલતના જજએ ગુનામાં દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

લિંબાયત ગોડાદરા ખાતે સોમનાથ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના વતની આરોપી બંટી અજબ સિંગ રાજપૂત સુરતમાં એમ્બ્રોડરી વર્કના કારખાનામાં કામ કરતા હતા. જે દરમિયાન ગત ઓગસ્ટ-2015થી પોતાના પડોશમાં રહેતી 14 વર્ષિય કિશોરીને આરોપીએ લગ્નની લાલચ આપીને પોતાના પ્રેમજાળમાં ફસાવી એકથી વધુ વાર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા બે વર્ષથી આરોપી દ્વારા ભોગ બનનાર તરુણીને એકથી વધુવાર પોતાની હવસનો શિકાર બનાવીને નાસી છુટ્યો હતો. જેથી ભોગ બનનાર તરૂણીની માતાએ આરોપી બંટી રાજપૂત વિરુદ્ધ લિંબાયત પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ તથા પોતાની તરુણ વયની પુત્રી પર બળાત્કાર ગુજારવા બદલ ફરિયાદ કરી હતી. જેથી લિંબાયત પોલીસે પોકસો એક્ટના ભંગ બદલ આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

(5:03 pm IST)