Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુરતના વરાછામાં દબાણ હટાવવા ગયેલ પાલિકાના કર્મચારી પર માથાભારે શખ્સોનો હુમલો થતા મામલો બિચક્યો

સુરત:મહાનગરપાલિકાની ગઇકાલની સામાન્ય સભામાં ગેરકાયદે દબાણ નહીં હટાવવા માટેની ભાજપ કોંગ્રેસની માગણી બાદ આજે મહાનગર પાલિકાના દબાણ હટાવવા આવેલા કર્મચારી પર હુમલો કરાયો છે. વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરીને ઊભા રહેતા લારીવાળાઓને હટાવવા જતાં પાલિકાના કર્મચારીઓની ઘેરી લેવાયા હતા.પાલિકાના કર્મચારીઓ પર હુમલાની ફરિયાદ વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તો બીજી તરફ ગેરકાયદે દબાણ કરનારા રોડ પર બેસીને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની ગઇકાલની સામાન્ય સભામાં ભાજપના મહિલા કોર્પોરેટર રોડ પરથી હટાવવા માટેની માગણી કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટરોની માગણીને કોંગ્રેસના કોર્પોરેટર સમર્થન કર્યું હતું. આગામી દિવાળીના તહેવારોને કારણે બે મહિના સુધી દબાણ નહીં હટાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. માંગણી બાદ આજે વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

(5:03 pm IST)