Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક બે મિત્રના ઝઘડામાં વચ્ચે પડવું યુવકને ભારે પડ્યું: ચાર આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડનાર યુવક સાથે અદાવત રાખી ચાર આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી  આપી છે.

ન્યૂ વીઆઈપી રોડની ઓમકાર સોસાયટીમાં રહેતાં નિપુલ રાઠોડ વોટર સપ્લાયનો પ્લાન્ટ ચલાવે છે. ગત ૨૫મી ઓક્ટોબરે તેના મિત્ર  સૌરભ પટણી તથા નિલેશ ભરવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં નિપુલ રાઠોડ સમાધાન માટે વચ્ચે પડયો હતોપરંતુ તેમની વચ્ચે સમાધાન થયુ હતુ.

તેની અદાવત રાખી નિલેશ ભરવાડના મિત્ર અંકુર રાજપૂતે નિપુલને સમાધાન માટે બોલાવ્યો હતો. નિપુલ ત્યાં પહોંચતા નિલેશ ભરવાડ, મહર્ષિ  , સન્ની જાદવ, અને અનિલ ભરવાડે  નિપુલને માર માર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકોએ વચ્ચે પડી નિપુલને વધુ મારમાંથી બચાવ્યો હતો. નિલેશ ભરવાડે  જતા જતા નિપુલને મારી નાંખવાની ધમકી પણ આપી હતીબાપોદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:02 pm IST)