Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વડોદરામાં 6 વર્ષ જુના ગુનાહમાં મહિલા આરોપીને પકડવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરી મહિલાના ભાઈનો જીવલેણ હુમલો થતા ધરપકડ

વડોદરા: શહેરમાં વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને પકડવા  ગયેલા પાણીગેટ પોલીસના પીએસઆઇ તથા સ્ટાફ સાથે ઝપાઝપી કરનાર મહિલાના ભાઇની ધરપકડ કરવામાં આવી છે

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪માં નોધાયેલા  મારામારીના ગુનામાં ગુડ્ડીબેન નારાયણદાસ રામચંદાણી (રહેમીત કોમ્પલેક્સ અજબડીમીલ રોડ)ને પકડા માટે પીએસઆઇ .બી. ગોહિલ તથા સ્ટાફના જવાનો તેના ઘરે ગયા હતા. ઘરે  ગુડ્ડી મળી આવી હતી પરંતુ તેનો ભાઇ વિજય નારાયણદાસ  રામચંદાની  હાજર હતો. વિજયે પોલીસને કહ્યુ હતું કે તમારે અહીંયા તપાસ માટે આવવું નહીંમારા ઘરમાં પ્રવેશ કરવો નહીં, તમારૃ આઇકાર્ડ બતાવો તમને તપાસ કરવાની કોઇ સત્તા નથીપોલીસે ગુડ્ડીનું સીઆસીસી ૭૦ મુજબનું ધરપકડ વોરંટ હોવાનું જણાવવા  છતાંય વિજયે પોલીસ સાથે ઘર્ષણ  કરી યુનિફોર્મ પહેરીને ગયેલા પીએસઆઇને ધક્કો માર્યો હતો તેમજ એલઆરડી ઇન્દ્રજીતસિંહનો કોલર પકડી લીધો હતોવિજયની સામે પાણીગેટ પોલીસે ગુનો નોધી ધરપકડ કરી છે.

(5:01 pm IST)