Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

‘તારા પેટમાં જ બાળક છે એ તારા પતિનું નથી, મારા પતિનું નથી' તેમ કહેતા જ વહુ ઉશ્‍કેરાઇ અને સાસુને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી

અમદાવાદ: અમદાવાદમાં ચકચારી બનાવ બન્યો છે. સોલા વિસ્તારમાં વહુએ ઘાતકી રીતે સાસુની હત્યા કરી છે. નીકિતા અગ્રવાલ નામની મહિલાએ લોખંડનો રોડ મારીને સાસુને મોતને ઘાટ ઉતારી છે. વહુ આટલેથી અટકી હતી. તેણે સાસુની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે તારા પતિનું નથી, મારા પતિનું છે... સાંભળતા વહુએ સાસુને પતાવી દીધી હતી. ત્યારે પોલીસે હત્યારન વહુની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના દિવસથી સાસુ-વહુમાં ઝઘડા ચાલતા

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા વિસ્તારના રોયલ્સ હોમમાં ગઈકાલે રાત્રે બનાવ બન્યો હતો. રેખાબેન રામનિવાસ અગ્રાવલાના પુત્ર દીપકના લગ્ન દસ મહિના અગાઉ નિકીતા નામની મહિલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતથી રેખાબેન અને વહુ નિકીતા વચ્ચે અણબનાવ હતો, જેથી તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારે રાત્રે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘર કંકાસને કારણે સાસુને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સાસુએ કહ્યું, તારા પેટમાં મારા પતિનું બાળક છે

વિશે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું કે, હત્યા કરનાર વહુ નિકિતા બે માસથી ગર્ભવતી છે. અગ્રવાલ પરિવાર લગ્ન બાદ વહુને ઘરની બહાર પણ નીકળવા દેતો હતો અને ચાર દીવાલોની વચ્ચે રાખતો હતો. વહુ અને સાસુ વચ્ચે વારંવાર મામલે ઝઘડા થતા હતા. ગત રાત્રે પતિ દિપક હનુમાનજી મંદિર દર્શન કરવા ગયો, ત્યારે વહુએ સાસુની હત્યા કારસો રચ્યો હતો. બોલાચાલીમાં સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે તારા પતિનું નથી, મારા પતિનું છે. સાંભળતા વહુ ઉશ્કેરાઈ હતી. બંને વચ્ચે બોલાચાલી હદે ઉગ્ર થઇ ગઇ હતી કે ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા.

હ્ત્યા કર્યા બાદ વહુએ લાશ સળગાવવાનો પ્રયાસ કર્યો

ઘરની દીવાલોમાં ચારે તરફ લોહીના ડાઘા પડ્યા હતા. જમીન પર પણ જ્યાં જુઓ ત્યાં લોહીનાં ખાબોચિયાં થઇ ગયાં હતાં. પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આમ, સાસુ વહુના ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. તો બીજી તરફ, સસરા રામનિવાસ અગ્રવાલ હાલ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.

(4:41 pm IST)
  • ફરજ પાલનમાં બેદરકારી સબબ દિલ્હી યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર યોગેશ ત્યાગી સસ્પેન્ડ : તેમના ઉપરના આરોપોની તપાસ માટે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આદેશ આપ્યો access_time 6:37 pm IST

  • ' પહેલે મતદાન ફિર જલપાન ' : બે ગજનું અંતર રાખો , માસ્ક પહેરો ,કોવિદ -19 ના નિયમોનું પાલન કરો : બિહાર ધારાસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં આજ 71 બેઠકો ઉપર મતદાન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 11:47 am IST

  • ઉત્તરપ્રદેશમાં બસપા (માયાવતી) પક્ષના સંસદ સભ્યના નિવાસ સ્થાન અને ઓફીસો ઉપર મોટા પાયે દરોડા ચાલુ છે વિગતો મેળવાઇ રહી છે. access_time 11:29 am IST