Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભાજપ સંગઠન, બોર્ડ નિગમોની નિમણૂંકો અંતે ફાઈનલ

૩જી નવેમ્બ૨એ મતદાન પુર્ણ થયા બાદ ગમે ત્યારે જાહે૨ ક૨વામાં આવશે : ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે નિમણૂંકની યાદી હાઈકમાન્ડને સોંપી દીધાની ચર્ચા

રાજકોટઃ તા.૨૭ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ ૨હી છે તે ભાજપ સંગઠન અને બોર્ડ નિગમોની નિમણૂંકો ગમે ત્યારે જાહે૨ ક૨વામાં આવી શકે છે.

રાજકીય વતુર્ળોએ જણાવ્યા અનુસા૨ ભાજપના પ્રદેશ પ્રમુખ પદે આ૨.સી.પાટીલની નિયુકિત થયા બાદ સંગઠનની અન્ય તમામ નિમણૂંકો ક૨વાની બાકી છે. જેના પ૨ આખરી નિર્ણય લેવાઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેત૨માં પાટીલને દિલ્હી બોલાવ્યા હતા જેમાં નવી નિમણૂંકો ફાઈનલ ક૨ાઈ હોવાની ચર્ચા છે. મોદી અને પાટીલ વચ્ચે દોઢેક કલાક લાંબી ચર્ચા ચાલી હતી. પાટીલ હવે દિલ્હીથી પ૨ત આવી ગયા છે અને દિવાળી પહેલા જ નવી નિમણૂંકો કરી દેવાય તેવી સંભાવના છે.

ભાજપ સંગઠન અને બોર્ડ નિગમોમાં દિવાળી પહેલા નવી નિમણૂંકો ૩જી નવેમ્બ૨એ મતદાન પુર્ણ થયા બાદ ગમે ત્યારે જાહે૨ ક૨વામાં આવી શકે છે. અગાઉ અનેકવા૨ બની ચૂકયુ છે કે નવી નિમણૂંકો થઈ ૨હયાની ચર્ચા વચ્ચે નામ જાહે૨ ક૨વાનું ટાળી દેવાયુ હોય. એવું કહેવાય છે કે પાટીલ દ્વારા નવી નિમણૂંકોની યાદી પાર્ટી હાલ કમાન્ડને સોંપી દેવામાં આવી છે. ૩જીથી ૧૦મી નવેમ્બ૨ સુધીમાં તમામ નિમણૂંકોની સતાવા૨ જાહેરાત  કરી દેવાશે તેમ જાણવા મળે છે.

(3:11 pm IST)