Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વાપી નજીક હાઇવે પર કન્ટેનરે અડફેટે લેતા બાઇકસવાર બે જી.આર.ડી જવાનના મોત

બંને જવાન મિત્રની બર્થ ડે પાર્ટીમાં મહારાષ્ટ્રના મનોર ખાતે જઈ રહ્યા હતા

વાપી નજીક હાઇવે ઉપર માર્ગ અકસ્માતમાં બે જી.આર.ડી જવાનના મોત નિપજ્યાં હતા. આ બંને જવાન મિત્રની બર્થ ડે પાર્ટીમાં મહારાષ્ટ્રના મનોર ખાતે જઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલ કન્ટેનર ચાલકે મો.સાને અડફેટે લેતા બંને જવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

 મળતી માહિતી અનુસાર વાપીના બે જી.આર.ડી જવાન મહારાષ્ટ્રના મનોર ખાતે મિત્રની બર્થ ડે પાર્ટીમાં જઈ રહ્યા હતા. તે સમયે અવધ હોટલ સામે મુંબઇથી વાપી તરફ જતા માર્ગ પરથી મો.સા લઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોંગ સાઇડ પર આવતા કન્ટેનર ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવી સામેથી આવતી બાઈકને અડફેટે લીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. અકસ્માત સમયે મો.સા પર વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા બે ગ્રામરક્ષક દળ (GRD)ના જવાનો સવાર હતા. મો.સા ચાલક કેતન દેવેન્દ્ર ખટીક અને પાછળ બેઠેલા મહેન્દ્ર બાબુ માલી રોડ પર ફેંકાઈ જતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં બન્નેના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે લક્ષ્‍મણ બાબુ માલીએ ભીલાડ પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

(1:42 pm IST)