Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રાજ્યમાં ધીમા પગલે શિયાળાની શરૂઆત :રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢીએ અનુભવાતી ઠંડી

બપોરના સમયે થોડીક ગરમીનો અન:ભવ ગ્રામ્ય વિસ્તારમાં સવારે ધુમ્મસની ચાદર

અમદાવાદ : રાજ્યમાં હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ રહી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાના હળવા દબાણના પગલે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળોની શરૂઆત મોડી થઈ રહી છે. જો કે રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે દિવસે હજુ તાપમાનનો પારો ઉચો રહેતા, બપોરના સમયે થોડીક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સુર્યાઅસ્ત વહેલા થતા, સાંજે 6 વાગ્યે અંધકાર થવાની શરૂઆત થઈ રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સવારે ધુમ્મસની ચાદર પણ છવાયેલી જોવા મળી રહી છે

(11:47 am IST)