Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રાજપીપળાના વેપારીના પાકીટની ધોળે દહાડે ચીલઝડપ કરી ભાગતા ગઠીયાને લોકોએ ઝડપી પાડ્યો

રાજરોક્ષી સિનેમા ચાર રસ્તા ઉપર ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસની દુકાન ધરાવતાં વેપારીને વાતોમા ઉલઝાવી ગલ્લામાથી પાકીટ ઉઠાવીને બે ગઠીયાઓ ભાગવા માંડ્યા

 

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના રાજરોક્ષી ટોકીઝ ચાર રસ્તા ઉપર અલ-હીન્દ નામની સ્પેરપાર્ટસની દુકાન ધરાવતાં વેપારી લિયાકતઅલી સૈયદ નાઓની દુકાને GJ 05 DN 6082 નંબર ની સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈને ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓએ અલગ-અલગ ચીજવસ્તુઓની માંગણી કરી દુકાનદારને વાતોમા ઉલઝાવી ઓઈલનો ડબ્બો આગળ મુકેલો નહીં પણ બિજો નવો માંગતા વેપારી ઓઈલનો ડબ્બો લેવા દુકાનની અંદર ગયા હતા તે તકનો લાભ ઉઠાવી ગઠિયાએ ઉપર ચઢી ગલ્લાંમા મુકેલો ચેકબુકો સહીતના અન્ય જરુરી કાગળો ભરેલાં પાકીટને પૈસા ભરેલું પાકીટ સમજી ઉઠાવી લીધો હતો ગઠિયાઓ ની હરકતને પારખી ગયેલાં વેપારીએ ચોર-ચોરની બુમાબુમ કરતાં બંને ચોર પોતાની મોટરસાઈકલ ત્યાંજ મુકીને ભાગવા માંડ્યા હતા. બાજુમા ચાની લારી ધરાવતા યુવકે ઘટના જોતાં ચોરો પાછળ દોટ મુકતાં ફીલ્મી દ્રશ્યો સર્જાયાં હતાં.

 

બે પૈકીનો એક ચોર કાછીયાવાડ તરફ નાસી છુટ્યો હતો જ્યારે બિજો ગાર્ડન તરફ ભાગ્યો હતો અને જોત જોતામાં અલોપ થઈ ગયો હતો, કાછીયાવાડ તરફ ભાગેલા બિજા ચોર પાછળ  કાછીયાવાડના યુવકોનુ ટોળુ પડ્યું હતું, કાછીયાવાડની સાંકડી ગલીઓ માથી રહીને ચોર ખેતરો તરફ દોટ મુકી હતી, પિછો કરી રહેલાં યુવકોના ટોળાં ઉપર ચોરે આડેધડ પત્થર મારો પણ કર્યો હતો જેથી એનો પિછો ના કરે છતાં પણ કાછીયાવાડના યુવકોએ પીછો કરી કેળાંના ખેતરમાથી ચોરને ઝડપી પાડ્યો હતો.અને મેથીપાક ચખાડી પોલીસને સોંપી દેતા પોલીસે ચોરને પોલીસ સ્ટેશન લઈ જઈ દુકાનદારની ફરીયાદને આધારે કાયદેસર કાર્યવાહી કરી હતી તેમજ ગુનામા વપરાયેલી તેની મોટરસાઈકલ કબજે કરી હતી અને અન્ય નાસી છૂટેલા ચોરનુ નામ ઠામ મેળવી આગળની કાર્યવાહી શરુ કરી છે.

 

(10:17 pm IST)