Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

17 વર્ષના કિશોરનું ખાનપુર રિમાન્ડ હોમમાં મોત : પરિવારજનો દ્વારા મારમાર્યાનો આક્ષેપ

ઇસનપુર પોલીસ અટક કરેલ કિશોરના કોર્ટે જામીન નામંજૂર કરતા રિમાન્ડ હોમમાં લેવામાં આવ્યો હતો

ઇસનપુર પોલીસે મારામારીના ગુનામાં પકડેલા 17 વર્ષના કિશોરનું ખાનપુર રિમાન્ડ હોમમાં મોત થતા પરિવારે પોલીસ અને રિમાન્ડ હોમના સંચાલકો પર મારમાર્યાના આક્ષેપ કર્યા છે. જોકે પોલીસે આક્ષેપો ખોટા હોવાનું જણાવી સગીરને તેની 5 દિવસ અગાઉ તેની માતાની રૂબરૂ બે કલાક માટે નજરકેદ રાખી કોર્ટમાં રજૂ કર્યાનું જણાવ્યું છે. કોર્ટે જામીન ના મંજુર કરી કસ્ટડીમાં લીધો હતો

 ઇસનપુર  વિસ્તારમાં રહેતાં 17 વર્ષીય રિતિક અરવિંદ ભાઈ પરમારને ઇસનપુર પોલીસે મારામારીની ફરિયાદમાં અટક કર્યો હતો. કોરોના ટેસ્ટ કરાવી તેના રિપોર્ટ આધારે રિતિકને પોલીસે તેની માતાની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં નજરકેદ રાખ્યો હતો.

 પોલીસે રિતિકને ગત તા.23મીના રોજ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના જામીન ના મંજુર કર્યા હતા. બાદમાં રિતિકને રિમાન્ડ હોમમાં લેવામાં આવ્યો હતો. દરમિયાનમાં આજે સવારે રિતિકની તબિયત ખરાબ હોવાનું પરિવારને જણાવવામાં આવ્યું હતું. પરિવારજનો રિમાન્ડ હોમ (બાળ સંરક્ષણ ગૃહ) પર પહોંચ્યા ત્યાં સુધીમાં રિતિકનું મોત થયું હતું. K

(11:36 pm IST)