Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત રેન્જની ટીમે રેડ કરતા સિટી પોલીસ દેશી દારૂ શોધી લાવી

આરઆર સેલના આગમનને વલસાડ શહેરમાં એક ઘરમાંથી રૂ. 1.28 લાખનો દારૂ પકડી પાડ્યો હતો તો સિટી પોલીસ દેશી દારૂની ભઠ્ઠી માંથી ૮૭૫ રૂપિયાનો મુદામાલ બતાવ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરમાં જુગારીયાઓ,  આવારા તત્વો , વરલી મટકાના મહાનુભાવો તેમજ દારૂ વેચાણ કરનારા છાને ખૂણે મેદાનમાં આવ્યા છે તેવી ચર્ચા છે વલસાડ શહેરના નાનકવાડા વિસ્તારમાં રેન્જ ટીમે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે રોશન રમેશ કોળી પટેલના ઘરે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાંથી પોલીસને દમણથી આવેલી વિવિધ બ્રાન્ડની દારૂની 426 બોટલો કિ. રૂ. 1,28,950 ની મળી આવી હતી. દારૂની આ બોટલો મળતાં તેમણે રમેશ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  વલસાડ શહેર વિસ્તારમાં ચાલતા દારૂના આ અડ્ડાથી જાણે સિટી પોલીસ અજાણ હોવાનું જોવા મળ્યું હતુ. અગાઉ પણ રમેશને ત્યાં પોલીસે રેડ કરી હતી. જોકે, ત્યારબાદ તેણે સિટી પોલીસના મેળાપીપણામાં દારુનો મોટો વેપલો શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તેવી ચર્ચા છે. પોલીસની છત્રછાયા હેઠળ દારૂનો વેપલો ચલાવતા રમેશને આરઆર સેલે પકડી પાડતાં સિટી પોલીસ પર શંકાની સોય તકાઇ રહી છે

  .જ્યારે  આરઆરસેલનું આગમન થતા સિટી પોલીસ દોડતી થઈ હતી અને દેશી દારૂની ભઠ્ઠી ગોતી લાવી હતી નનકવાડાના જ કકવાડી પાસે દેશી દારૂનો ધંધો કરતી સવિતાબેન પટેલને ત્યાં રેડ કરી હતી.અને ૫ લીટર દેશી દારૂ , તેમજ રસાયણ ૮૦ લીટર , ભઠ્ઠીના સાધનો સહીત રૂ.૮૭૫નો મુદામાલની કામગીરી બતાવી સંતોષ માન્યો હતો. જ્યારે ચર્ચા એવી છે વલસાડમાં રેન્જની ટીમ પડાવ નાખે તો હજુ વધુ બાહર  આવશો કારનામા તેવી ચર્ચા છે

(9:41 pm IST)