Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વાવાઝોડું 'ગુલાબ' વડોદરા પાસે ડિપ્રેશનમાં ફેરવાયું: ૩૦ સપ્ટેમ્બરે ફરી મજબૂત બની ડીપ્રેશન બનશે: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાદળાના ભયાવહ ગંજ ખડકાયા : દ. ગુજરાતમાં સંખ્યાબંધ સ્થળોએ ધોધમાર વરસાદ ચાલુ

વાવાઝોડું 'ગુલાબ' તેલંગણાથી મહારાષ્ટ્રના વિદર્ભ થઈને મધ્ય ગુજરાત, વડોદરા પાસે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. ૨૪ કલાકમાં નબળું પડી વેલમાર્ક લો-પ્રેસર બનશે. ૩૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યા બાદ ફરી મજબૂત બની ડીપ્રેશન બનશે તેવું હાલનું અનુમાન હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. અત્યારે દ. ગુજરાતમાં સંખ્યાબંધ સ્થળોએ ધોધમાર વરસાદ ચાલુ

(9:39 pm IST)