Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડોદરાના કાલુપુરા વિસ્તારમાં ટેમ્પો માલિકની સતર્કતાના કારણે અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં નિષ્ફ્ળ

વડોદરા: શહેરના કાલુપુરા વિસ્તારમાં ટેમ્પો માલિકની સતર્કતાના કારણે અજાણ્યા તસ્કરો ટેમ્પો ચોરીની ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ફરિયાદના આધારે સિટી પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ ચોરીના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર રહેતા કમલેશભાઈ શેહદાદપુરી કાલુપુરા મેન રોડ પર આવેલી નેબનદાસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં પાર્સલ સર્વિસનું કામ કરે છે. તેઓ પોતાનો થ્રી વહીલર ટેમ્પો કંપનીને અડીને પાર્ક કરે છે. 26મી સપ્ટેમ્બરના રોજ બપોરે તેઓ રાબેતા મુજબ ટેમ્પો પાર્ક કર્યો હતો. બીજા દિવસે સવારે તેઓ કંપની પાસેથી પસાર થતાં તેમના ટેમ્પો પાસે અજાણ્યા ત્રણ વ્યક્તિ શંકાસ્પદ ઉભા નજરે ચડયા હતા. તેઓની પૂછતાછ કરતા તકનો લાભ ઉઠાવીને નાસી છૂટયા હતા. અજાણ્યા શખ્સોનો પીછો કરવા છતાં સફળતા મળી ન હતી. ટેમ્પોની ચકાસણી કરતા ટેમ્પો ચાવી વગર ડાયરેક્ટ ચાલુ થાય તે પ્રકારનું કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું.

(6:59 pm IST)