Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડોદરાના સોમા તળાવ બ્રિજ નજીક ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

વડોદરા:શહેરના સોમા તળાવ બ્રિજ પાસે આવેલા સમૃદ્ધિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી લાલુ સિંધી સહિત બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા. વડોદરા શહેરના વાડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, વિપુલ રમેશભાઈ પંચાલ ( રહે- કૃષ્ણનગર ઘાઘરેટીયા મહાદેવ મંદિર પાસે વડોદરા) નામનો વ્યક્તિ ઇન્ડિકા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સોમા તળાવ બ્રિજ પાસે આવેલા સમૃદ્ધિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભો છે .જેના આધારે પોલીસે દરોડો પાડી વિપુલ પંચાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, બિયરનો જથ્થો તથા દારૂના પાઉચ મળી 30,700 અને  કાર સહિત 01,10,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.  આ દારૂનો જથ્થો લાલુ સિંધી પાસેથી મેળવ્યો હોવાનું તથા કાર માલિક કાકાનો દીકરો તેજસ રાજુભાઈ પંચાલ હોવાની આરોપીએ કબૂલાત કરતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:57 pm IST)