Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુરતના ભેસ્તાન આવાસમાં જૂની અદાવતમાં પાડોશીઓએ દંપતીને માર મારી ઝેરી દવા પીવડાવતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ભેસ્તાન આવાસમાં  રવિવારે મોડી રાત્રે  જુની અદાવતમાં  ચાર- પાંચ પાડોશીઓ દંપતિને માર માર્યા બાદ મહિલાને  ઝેરી દવા પીવડાવી હોવાના આક્ષેપ દંપતિએ  કર્યા હતો. દંપતિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયુ  છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસમાં રહેતા 30 વર્ષીય આમીર શેખ અને તેની પત્ની શહેનાઝ ને (ઉ.વ.25 ) રવિવારે મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સમાં  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.અહીં આમીરે શેખે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તેઓ પોતાના ઘરમાં હતા ત્યારે મોડી રાત્રે સાદિક,જુનેદ,શહેનાઝ,ઉસમાન વગેરેએ ઘરમાં ઘુસી મારમાર્યો  હતો. બાદમાં  પત્ની શહેનાઝને કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હતી.  બૂમો પાડતાં  સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંનેને  સારવાર માટે  સિવિલમાં ખસેડાયા હતા. પોલીસે કહ્યુ કે આમીર અને તેમના પડોશી વચ્ચે  જુની અદાવતમાં ઝઘડો ચાલે  છે. જેથી સામ સામે અરજી પણ કરવામાં આવી હતી. જોકે તેમણે કરેલા આરોપના આધારે ઘટના સ્થળે જઇને તપાસ કરવામાં આવી છે. આજુ બાજુના લોકોના નિવેદન  સહિતના પુરાવા એકત્ર થયા  બાદ આ અંગે હકીકત જાણવા મળશે. આમીર  ટેક્સટાઇલ માર્કેટમા કામ કરે છે. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ઘરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:56 pm IST)