Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુરત:ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને 18 મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાંટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને અપાવેલા ઉધાર કાપડના લેણાંની બાંહેધરી પેટે આપેલા 25 લાખના ચેક રીટર્ન કેસમાં આજે આરોપી મહીલાને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વી.કે.સોલંકીએ દોષી ઠેરવી 18 મહીનાની કેદ,ચેકની બમણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.

ટેક્સટાઈલ માર્કેટમાં મે.કરિશ્મા ક્રિએશનના ફરિયાદી સંચાલક વિલાસબેન પ્રમોદ બરવાળીયાએ આરોપી બ્રોકર દંપતિ શિલ્પાબેન તથા તેમના પતિ રાજકુમાર ભંડારી મારફતે જુદા જુદા વેપારીઓને વર્ષ-2015 દરમિયાન ફરિયાદી પાસેથી કુલ રૃ.29.28 લાખનો ઉધાર માલ વેચાણ આપ્યો હતો. ફરિયાદીએ ઉઘરાણી કરતા શિલ્પા રાજકુમાર ભંડારીએ ઓક્ટોબર-2016 માં રૃા.25.04લાખના ચેક લખી આપ્યા હતા. પણ તે રીટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લાં પાંચ-છ વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી મહિલા બ્રોકરને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.

(6:56 pm IST)