Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ખેડા ટાઉન પોલીસે મોબાઈલ ચોરીના ગુનાહમાં આરોપીને ઝડપી 30 મોબાઈલ જપ્ત કર્યા

નડિયાદ: ખેડા ટાઉન પોલીસે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.ખેડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી . કનેરાના ટેકરાવાસમાં રહેતા જગદીશભાઇ પૂનમભાઇ ચૌહાણે ગત તા.૦૩-૦૫-૨૦૨૧ ના રોજ  ઘરની બહાર ખાટલો ઢાળીને સુતા હતા.તે સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો મોબાઇલ કિ. રૂા. ૧૫, ૦૦૦ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જે અંગે પોલીસ ટીમ તપાસમાં નિકળી હતી તે સમયે મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નં-૮ પર આવેલ એક પેટ્રોલપંપ સામેના ઝુપડપટ્ટીમાં રહેતા આર્યનભાઇ શનાભાઇ પરમારને ઝડપી પાડયો હતો.પોલીસ ટીમ યુક્તિ પ્રયુક્તિ કરી તેની પાસેથી વિવિધ કંપનીના આશરે ૩૦ મોબાઇલ કિ.રૂા.૧,૯૨,૦૦૦ જપ્ત કર્યા છે. આમ પોલીસ ટીમે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

(6:53 pm IST)