Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદની શ્રેય તથા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે તપાસનો રિપોર્ટ બહાર આવ્યોઃ અમદાવાદની હોસ્પિટલની આગ માટે મેનેજમેન્ટ જવાબદારઃ જસ્ટીસ ડી.એ. મહેતા કમિશનનો રિપોર્ટ

અમદાવાદ તા. ૨૮: આજે વિધાનસભામૌ અમદાવાદની શ્રય તથા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા અંગેની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટીસ ડી.એ. મહેતા કમિશનના ીરપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ તેનું મેનેજમેન્ટ જવાબદાર છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગી ત્યારે અવ્યવસ્થા હતી. આગ હોસ્પિટલની અંદર જ રહી ગઇ હતી. ઓટોમેટીક સ્પ્રીકલર સિસ્ટમ પણ આપવામાં આવી નહોતી. પંચે હોસ્પિટલના મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે. ૧૦ વર્ષ જુની સિસ્ટમના કારણે આગ લાગી હતી.

કમિશનના રિપોર્ટ અનુસાર ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે તાલીમબદ્ધ સ્ટાફનો અભાવ હતો. કમિશને કેટલીક ભલામણો પણ કરી છે. જે મુજબ રાજ્યના તમામ નર્સિંગ હોમ માટે રજીસ્ટ્રેશન એકટ લાવવા અને નવા કાયદા અનુસાર સુવિધા હોવી જોઇએ તેવું જણાવ્યું છે. રાજ્ય સરકારે કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદો બનાવવો જોઇએ તેવી પણ ભલામણ કરી હતી.

(3:37 pm IST)