Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજયભરમાં ભાદરવો ભરપૂરઃ ઉ.ગુજરાતમાં ૩.૫ ઈંચ : દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ૨ ઈંચ સુધીનો વરસાદ

આગામી ૭૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર અલર્ટ :ઉકાઈ ડેમમાંથી ૧,૭૫,૦૦૦ કયુસેક પાણી છોડવાનું યથાવત

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપી, તા.૨૮: ચોમાસા ની આ સીઝન માં મેઘરાજા હવે રહી રહીને ટાર્ગેટ પુરા કરવાના મૂળ માં હોઈ તેમ જણાય રહ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં ઝરમર ઝાપટા થી ૩.૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેર મેઘરાજાએ ઉત્તર ગુજરાત પંથક પાર વરસાવી હોવાનું જણાય રહ્યું છે

 હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આગામી ૭૨ કલાકમાં રાજયના અલગ અલગ વિસ્તારો માં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી  છે જેને પગલે વહીવટી તંત્ર અલર્ટ બન્યું છે તેમજ એન.ડી.આર.એફ ની ટિમ ને તૈનાત કરાઈ છે દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી માં સતત વધારો થઇ રહ્યો છે જેને પગલે ઉકાઈ ડેમમાં થી છેલ્લા ૪૮ કલાક થી મોટી માત્રા માં પાણી છોડાય રહ્યું છે આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમ ની જળસપાટી ૩૪૦.૯૩ ફૂટે પોહોંચી છે  ડેમ માં ૬૯,૧૧૦ ક્યુસેક પાણી ના ફાળો સામે ૧,૭૩,૮૩૮ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે જેને પગલે કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે.

ફ્લડ કંટ્રોલ પાસેથી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્યના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો મહેસાણા ૮૫મિમિ, બેચરાજી ૬૬મિમિ, કદી ૬૧ મિમિ,પોસીના ૬૦ મિમિ, વિસનગર ૫૭ મિમિ,બરવાળા ૫૬ મિમિ,અંજાર અને ભુજ ૫૫-૫૫ મિમિ,પલસાણા ૫૪ મિમિ,ખેરાલુ ૪૮ મિમિ, કાલોલ ૪૨ મિમિ,સુબીર ૪૦ મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વડનગર ૩૮ મિમિ,રાપર ૩૫ મિમિ, ઊંઝા, મોડાસા, ૩૪-૩૪ મિમિ, વિરમગામ ૩૦ મિમિ, મંડળ ૨૭ મિમિ,સતલાસણા ૨૬ મિમિ,ગાંધીધામ  અને અંકલેશ્વર ૨૪-૨૪ મિમિ, મુન્દ્રા, ઝાલોદ ૨૩-૨૩ મિમિ,માંડવી  અને રાણપુર ૨૨-૨૨ મિમિ,દાંતા ,જોટાણા ૨૧-૨૧ મિમિ,ધાનપુર, ઉમરગામ અને આહવા ૨૦-૨૦ મિમિ વરસાદ નોંધાયો છે.

તો રાજ્ય ના ૧૧૭ તાલુકાઓમાં ૧ મિમિથી ૧૯ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

(2:45 pm IST)