Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલઃ ચાંદખેડામાં ૧ કલાકમાં ૧ ઈંચ

અમદાવાદ,તા.૨૮:  અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. ઘાટલોડિયા, ચાંદલોડિયા, સોલા, ગોતા, થલતેજ, સતાધાર અને ચાંદખેડા સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે ૧ કલાકમાં ૧ ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે ગોતા અને સાયન્સ સીટી તરફ પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાના મંદિર પાસે ઝાડ ધરાશાયી થયું છે. જો કે, ગઈકાલે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે સવારથી ફરી અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.

(11:57 am IST)