Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

તાપીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડતા સુરતમાં કોઝ વે ની સપાટી સિઝનમાં પહેલીવાર 9 મીટરે પહોંચી

છેલ્લા 18 કલાકમાં જ સપાટીમાં દોઢ મીટરનો વધારો થયો: 2.50 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થશે તો ફલડગેટ બંધ કરવા પડશે.

સુરત :  ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઇ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતાં શહેરના કોઝવેની સપાટીમાં સડસડાટ વધારો થયો છે. તાપી નદીનું જળ સ્તર વધતાં સિઝનમાં પહેલીવાર સુરતમાં કોઝવેની સપાટી રાત્રે 12 વાગ્યે 8.75 મીટરે પહોંચી હતી. ડેમનો ડિસ્ચાર્જ વધારીને 2 લાખ સુધી કરી દેવામાં આવતાં મધરાત સુધીમાં સપાટી 9 મીટર થઈ ગઈ છે. છેલ્લા 18 કલાકમાં જ સપાટીમાં દોઢ મીટરનો વધારો થયો છે. 2.50 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થશે તો ફલડગેટ બંધ કરવા પડશે.

(11:48 am IST)