Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ અને છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

(11:39 am IST)