Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

હાય રે કળયુગ: વલસાડનો ચર્ચાસ્પદ કિસ્સો: વલસાડમાં પિતાના મર્ડર કેસમાં રાજકોટની જેલમાં હતો જામીન મેળવી ઘરે આવેલ પુત્રે શાક સારૂ ન બનતા માતાને માર માર્યો

અકિલા સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અજય પટેલના જામીન રદ કરવા પોલીસ કાર્યવાહી કરશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે કળયુગનો કપૂત અજય પટેલે તેના પિતાની હત્યા કર્યા બાદ પણ ના બદલ્યો આવા પૂત્ર પર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે વલસાડ જિલ્લામાંથી માતા-પુત્રના સંબંધને લજાવતી ઘટવા સામે આવી છે. પિતાના મર્ડર કેસમાં રાજકોટની જેલમાં સજા કાપતો પુત્ર જામીન મેળવી ઘરે આવ્યો અને માત્ર સારૂ ન બનતા પુત્રએ માતાને ઢોરમાર માર્યો હતો. જેમાં માતાને પગમાં ફેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે બહેને ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ પુત્રની ધરપકડ કરી છે. અકિલા સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અજય પટેલના જામીન રદ કરવા પોલીસ કાર્યવાહી કરશો. વલસાડ જિલ્લાના પારડીના ઓરવાડ સારણ રોડ ખાતે રહેતો અજય પ્રવીણભાઈ પટેલ પિતાના મર્ડર કેસમાં રાજકોટની જેલમાં હતો. જે જામીન મેળવી ઓરવાડ ગામે છેલ્લા બે મહિનાથી પોતાની માતા કાંતાબેન અને બહેન કિંજલ સાથે રહેતો હતો.જેલમાંથી જામીન મેળવી ઘરે આવેલા આરોપી પુત્રએ સારૂ ન બન્યાનું કહી માતાને માર માર્યો હતો. જેને લઇ માતા કાંતાબેન પટેલને પગમાં ફેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અજય પટેલ પિતાના મર્ડર કેસમાં ખોટું નિવેદન તમે લોકોએ આપેલ હોવાનું જણાવી વારંવાર ઝઘડો કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. સમગ્ર ઘટના અંગે આરોપી અજયની બહેન કિંજલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)