Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતદાન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી,ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના જુદા જુદા સંવર્ગો માટે બોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી

જેમાં નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષકો દ્વારા રાજપીપળા ની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતદાન પ્રક્રિયા માં મોટી સંખ્યામાં મતદાન થયું હતું.આ ચૂંટણી સમગ્ર રાજય માં યોજાઈ અને જેમાં નર્મદા જિલ્લા ના શિક્ષકોએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હોય જેનું પરિણામ 28 મી સપ્ટેમ્બરે જાહેર થશે જેમાં ગુજરાત રાજ્ય માંથી દરેક સંવર્ગ માટે એક એક પ્રતિનિધિ માટે યોજાયેલી ચૂંટણી માં કોણ બાજી મારશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

(12:26 am IST)