Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં સમગ્ર રાજપીપળામાં બજારો રાબેતા મુજબ ખુલ્લા રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે કેટલાક જિલ્લાઓ માં તેની અસર જોવા મળી હતી પરંતુ નર્મદા જિલ્લામાં બંધના એલાન નું જાણે સુરસુરીયું થયું હોય એમ કોઈ હલચલ જોવા મળી ન હતી અને રાજપીપળા માં પણ તમામ બજારો ની દૂકાનો ખુલ્લી રહી હોય વેપારીઓ રાબેતા મુજબ ધંધો કરતા જોવા મળ્યા હતા જોકે કોંગ્રેસ અગ્રણી હરેન્દ્રભાઈ વાળંદ એ જણાવ્યું કે બંધને સમર્થન આપ્યું છે.પરંતુ અન્ય કોઈ એક્ટિવિટી કોંગ્રેસ દ્વારા કરાઈ ન હતી

ટાઉન પીઆઇ મોહનસિંહ ચૌહાણે આ બાબતે જણાવ્યું કે રાજપીપળા ટાઉનમાં પોલીસ માણસો-૨૦,પીઆઇ-૦૧ પીએસઆઇ-૦૧ તેમજ હોમગાર્ડ,જીઆરડી, ટીઆરડી જવાનો-૭૫ સહિત ભારત બંધ ના એલાન ના પગલે બંદોબસ્ત માં મુકવામાં આવ્યા છે.સાંજ સુધી કોઈ જગ્યા એ માથાકૂટ કે અન્ય ઘટના બની નથી.આમ રાજપીપળા માં ભારત બંધના એલની કોઈજ અસર જોવા મળી ન હતી.

(12:23 am IST)