Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજપીપળા સહિત જિલ્લાના તલાટીઓ તેમની માંગણીને લઈ એક દિવસની પેન ડાઉન હડતાલ પર ઉતર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના એલાન મુજબ આજે રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લાના ગ્રામ પંચાયત તલાટીઓ એક દિવસની પેનડાઉન હડતાલ પર ઉતર્યા હતા

 પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ગામડાઓમાં પંચાયત તલાટીઓ સરકાર પાસે તેમની માંગણીઓ રજુ કરી રહ્યા છે જે મુજબ એક ગામ એક તલાટી ઉપરાંત રેવન્યુ તલાટી સમકક્ષ 4200/ નો પે ગ્રેડ આપવા બાબત તેમજ 2006ના કર્મચારીઓ ને સળંગ નોકરી ગણવા બાબત તથા તાસથી હાજરી પુરાવા બાબત અને અન્ય જિલ્લામાં ફેર બદલી બાબત જેવી 12 જેટલી માંગણી ઓ મંજુર કરવા આજે ગ્રામ પંચાયત તલાટીઓ એ એક દિવસ ની પેન ડાઊન  હડતાલ પાડી હતી તલાટી મંડળના પ્રમુખ  દેવેન્દ્ર જોશીના જણાવ્યા મુજબ આજે નાંદોદ તાલુકાના 41 પંચાયત તલાટી સહીત સમગ્ર નર્મદા જિલ્લા ના 117 તલાટીઓ પેન ડાઊન  હડતાલ માં જોડાયા હતા અને અમારી માંગણી ઓ માટે ની લડત ચાલુ રહેશે.

(12:16 am IST)