Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વિરમગામ લોહાણા યુવક મંડળ દ્વારા નાસ લેવા માટેનું સ્ટીમ મશીન, N95 માસ્ક સહિત કીટનુ વિનામૂલ્ય વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : આખું વિશ્વ જ્યારે કોરોના ની સામે લડી રહ્યું છે ત્યારે વિરમગામ લોહાણા યુવક મંડળ દ્વારા એક નાનકડી પહેલ કરવામાં આવે છે. ખૂબ જરૂરી નાસ લેવા માટેનું સ્ટીમ મશીન  તેમજ  N95 માસ્ક વિરમગામમાં રહેતા  લોહાણા જ્ઞાતિજનોને વિનામૂલ્ય આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ લોહાણા યુવક મંડળ દ્વારા નાસ લેવા માટેનું સ્ટીમ મશીન  તેમજ N95 માસ્ક સહિત કીટનુ વિનામૂલ્ય વિતરણ કરાયું હતું.

(8:30 pm IST)