Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દેત્રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકાના સરપંચોની મીટીંગ મળી

મિટિંગમાં ૨૦ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા અને નાના મોટા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  :
તસવીર - ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)
  અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકા પંચાયતમાં તાલુકા મીટીંગ હોલમાં દેત્રોજ તાલુકાના ગામડાઓના સરપંચોની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં ૨૦ ગામના સરપંચોએ હાજરી આપી હતી. મિટિંગમાં નાના-મોટા પ્રશ્નો તાલુકા લેવલે રજૂઆત કરવી, દેત્રોજ તાલુકામાં તલાટીની ઘટ હોવાથી જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવી જેવા મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી. કાર્યકારી પ્રમુખ તરીકે ઓઢવ સરપંચ મહેન્દ્રભાઈ પટેલને ચાલુ રાખેલ છે. મંત્રી તરીકે ગીતાપુર સરપંચ રમેશભાઈ પટેલ ને ચાલુ રાખવા અને ટૂંક સમયમાં તમામ ગામના સરપંચોની મીટીંગ રાખવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ૨૦ ગામના સરપંચો અને જીલુભા ઝાલાએ હાજરી આપી હતી.

(8:29 pm IST)