Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત અંતિમ ત્રણ પગલાંમા વિનામૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય,કાટાંળી તાર બાંધવા માટે સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ માંડલ ખાતે યોજાયો

જાગૃતિબેન પંડ્યાના હસ્તે ખેડૂતોને મંજૂરી હુકમોનુ વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : તાજેતરમાં ખેડૂતોને કુદરતી આપદા સમયે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થઈ છે. જેમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ હેઠળ અનેક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત છેલ્લા ત્રણ પગલાંમા છૂટક ફળ, ફૂલ અને શાકભાજીના વિક્રેતાઓને  કુટુંબ અને રેશન કાર્ડ દીઠ વિનામૂલ્યે એક છત્રી, ૧ હેક્ટર સુધીની ઓછી જમીન ધરાવનાર સિમાંત ખેડૂતોને અથવા ગ્રામ્યકક્ષાએ ખેતી વ્યવસાયમા ખેત મજૂરોની કાર્યક્ષમતા વધે, સમયસર ખેતી કાર્ય થાય અને ખેતીમાં ઉત્પાદન વધે તે માટે આધુનિક સાધનોવાળી ઓજારો માટે ૯૦% ની મર્યાદામા રૂ.દસ હજારના સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય,પાકને ભૂંડ, રોજડા જેવા અન્ય જાનવરો નુકસાન ન કરે તે માટે પાકના રક્ષણ માટે ખેતરની ચારેબાજુ  કાટાંળી તાર બાંધવા માટે સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ માંડલ  ખાતે યોજાયો હતો. ખેડૂતોને મંજૂરી હુકમોનુ વિતરણ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું.
         અત્રે ઉલ્લેખનીય છે કે સાત પગલાં ખેડૂત કલ્યાણનો શુભારંભ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી કરાવ્યો હતો. આ પ્રસંગે વિરમગામના પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, મહેશભાઈ ચાવડા, માંડલ સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ, ભાજપના હોદ્દેદારો કાર્યકરો, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ તથા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

(8:28 pm IST)