Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સ્વીફ્ટ કારમાં જતો રૂ. 2 લાખનો દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહના આગમન સાથે જ બુટલેગરોમાં ડરનો માહોલ ઉભો થયો

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ એલસીબીએ વાપીના ચલા વિસ્તારમાંથી નાકાબંધી કરી એક સ્વીફ્ટકારને રૂ. 2.03 લાખના દારૂ સાથે પકડી પાડી હતી. કારમાં સવાર નાનાપોંઢા અને પારડીના બે બુટલેગરોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીના પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ નરેન્દ્રસિંહ સામંતસિંહ, હેડ કોન્સ્ટેબલ વિક્રમ મનુભાઇ, કોન્સ્ટેબલ સ્વપ્નીલ હેમંતભાઇ, રીતેશ ચીમનભાઇ, પરેશ રઘજીભાઇ વાપી ટાઉનના ચલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે કોન્સ્ટેબલ મહેન્દ્ર જીલુભાને બાતમી મળી હતી કે, સ્વીફ્ટ કારમાં દારૂ જઇ રહ્યો છે. જેના પગલે તેમણે ચલા વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરુકુલ પાસેથી પસાર થતી એક સ્વીફ્ટ કાર(નં. જીજે-15-સીડી-7816)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂની અધધ કહી શકાય એટલી 1102 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 2,03,400થવા જાય છે. દારૂની હેરાફેરી કરતા કારમાં સવાર નાનાપોંઢા મસ્જીદ ફળિયાનો સિકંદર લાલમહમદ નુરમહમદ શેખ અને પારડી કલસર પટેલ ફળિયાનો હિતેશ રમણભાઇ પટેલને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા અને બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)