Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દેડીયાપાડા ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા એલસીબી ટિમ એક બાદ એક અલગ અલગ ગુનાઓના આરોપીઓને ઝડપી સફળ કામગીરી કરી રહી છે જેમાં દેડીયાપાડા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના આરોપી ને ઝડપી પાડી વધુ એક સફળતા મેળવી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના અનડીટેક્ટ રહેલા ગુનાઓને ડીટેક્ટ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના . મળતા એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. સી .એમ  ગામીત તથા ટીમને  મળેલ બાતમીના આધારે દેડીયાપાડા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી દિલવરસિંગ ઉદેસિંગ શિખ (ચીકલીગર) (રહે.અક્કલકુવા,જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) ને મો.સા.નં GJ.05 BS. 6468 સાથે ઝડપી પાડી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત કરેલ હોય તેમજ તેની સાથે આરોપી અજીતસિંગ ચીકલીગર રહે.ઉમેઠી તા.સેંધવા જી.બડવાની (મધ્યપ્રદેશ) નો સાથે આવી ગુનો કરેલ હોવાની કબુલાત કરી છે આ આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી માટે દેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે

(6:36 pm IST)