Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગાંધીનગરના છત્રાલમાં મોબાઈલની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ 20 મોબાઈલ સહીત 72 હજારનો મુદામાલ ઉઠાવી રફુચક્કર

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે કલોલના છત્રાલમાં આવેલી મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાંથી ર૦ મોબાઈલ અને કોમ્પયુટર મળી ૭૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.   

ગાંધીનગર જિલ્લામાં હાલ સક્રિય થયેલી તસ્કર ટોળકી શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય પંથકને પણ નિશાન બનાવી રહી છે ત્યારે કલોલના છત્રાલમાં આવેલા બીકે કોમ્પલેક્ષમાં દુકાન નં.પ૭ને તસ્કરોએ નિશાન બનાવી હતી. મુળ રાજસ્થાનના અને હાલ છત્રાલમાં રહેતા સોગારામ ગેપાજી રબારી આ દુકાનમાં મોબાઈલ વેચવાનો વ્યવસાય કરે છે. ગત શુક્રવારની રાતે તે અને તેમની દુકાનમાં રહેલો કારીગર પદમગીરી સેલગીરી ગોસ્વામી દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ ગઈકાલે સવારે દુકાન ઉપર પદમગીરી પહોંચ્યો હતો અને તેણે જોયું તો દુકાનની બન્ને બાજુના શટરના તાળાં તુટેલા હતા. જેથી તેણે આ સંદર્ભે સોગારામને જાણ કરતાં તેઓ દુકાને પહોંચ્યા હતા અને દુકાનમાં તપાસ કરતાં તેમાંથી ર૦ મોબાઈલ ફોન, કોમ્પયુટર અને એસેસરીઝ મળી ૭ર હજારનો મુદ્દામાલ ચોરાયો હોવાની જાણ થઈ હતી. જેથી આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  

(5:41 pm IST)