Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામના શખ્સને ઉંટવાડીયા પાટિયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી સારવાર દરમ્યાન મૃત્યુ

બોરસદ:તાલુકાના ધોબીકૂઈ ગામનો શખ્સ સાઇકલ લિ નાપાથી ઘરે પરત ફરતો હતો ત્યારે ઉટવાડીયા પુરા પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બોરસદના ધોબીકૂઈ ગામે રહેલા શીવાભાઈ બુધાભાઈ ઠાકોર ગતરોજ નાપાથીથી સાઈકલ લઇ પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે સાંજના સમયે ઉટવાડીયા પુરાવાના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે શીવાભાઈની સાઈકલને અડફેટે લેતા તેઓ ફંગોળાઈને નીચે પટકાયા હતા. 

અકસ્માતમાં સાઈકલ સવારને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા સ્થાનિક લોકોએ ૧૦૮ મારફતે આણંદની હોસ્પિટલમાં ખશેડયા હતા જો કે સાઈકલ ચાલકનું ગંભીર ઇજાથી મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની પત્ની સુમિત્રાબેને અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

(5:44 pm IST)