Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વડોદરાના માણેજા વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ચલાવનાર શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી 300 બોટલ જપ્ત કરી

વડોદરા: શહેરના માણેજા ઓમકાર રેસિડેન્સીમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડી દારૃની ૩૦૦ બોટલ કબજે લીધી છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર નસવાડીના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલીંગ  કરતો હતો. તે સમયે માહિતી મળી હતી કે માણેજા  ઓમકાર રેસિડેન્સીમાં રહેતો જીતેન્દ્ર ઠાકોર ઘરે દારૃ લાવીને હોમ ડિલીવરી કરે છે. જેથી પીઆઇ આર.એ. પટેલની સૂચના મુજબ પોલીસને ઉપરોક્ત સ્થળે રેડ પાડીને જીતેન્દ્ર કાળીદાસ ઠાકોર (મૂળ રહે. મકરપુરા ગામ)ના મકાનામાંથી વિદેશી દારૃની ૩૦૦ બોટલ બેડરૃમમાંથી જપ્ત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આ દારૃ નસવાડીના કંચન ભીલ નામના શખ્સે આપી છે. 

અન્ય એક બનાવમાં  પ્રતાપનગર રોડ ગીતામંદિર  પાસેથી વાડી પોલીસે સાજન મધુસુદનભાઇ ભોઇ (રહે. હરણખાના રોડ પાણીગેટ)ને દારૃની એક  બોટલ સાથે ઝડપી પાડયો છે. જે બોટલ તેણે કૌશિક ઉર્ફે મજનુ પાસેથી લીધી હતી. જેથી પોલીસે કૌશિકની પણ શોધખોળ શરૃ કરી છે. 

(5:34 pm IST)