Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વડોદરા:એમપીના ટેમ્પો ચાલકે હાઇવે પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા દાદા-દાદીની નજરની સામે ચાર વર્ષીય માસુમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી

વડોદરા:મહારાષ્ટ્રના ટેમ્પાચાલકે ઓવર સ્પીડમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેનો ટેમ્પો ડિવાઇડરની વચ્ચેના થાંભલા સાથે ભટકાયો હતો, જેના કારણે આ થાંભલો તૂટીને નજીકના ફૂટપાથ પર દાદા-દાદી સાથે ઉભેલા ચાર વર્ષના માસૂમ બાળક પર પડતા બાળકનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યુ હતું. 

બોડેલી તાલુકાના  સાદણ  ગામે રહેતા ચંદુભાઇ સોમાભાઇ તડવી અને તેમના પત્ની ગીતા અને ચાર વર્ષના પૌત્રને લઇને શહેર નજીકના વિરોદ ગામે રહેતી પુત્રી મનિષાના ઘરે ગયા હતા. આજે બપોરે મનિષાના ઘરેથી જમીને તેઓ વાસદ નજીક આવેલા કિખલોડ ગામે રહેતી બીજી પુત્રીના ઘરે જવા નીકળ્યા હતા. દેણા ચોકડી આવીને તેઓ કોઇ વાહન માટે તેની રાહ જોતા ફૂટપાથ પર બેઠા હતા. 

તે સમયે એક આયશર ટેમ્પાનો ડ્રાઇવર ફુલસ્પીડમાં આવતો હતો. ઓળરસ્પીડના કારણે સ્ટિયરિંગ  પર ડ્રાયવરનો  કંટ્રોલ નહી રહેતા  તેણે ટેમ્પો ડિવાઇડરની વચ્ચે આવેલા વીજ  થાંભલા સાથે ભટકાયો હતો.  જેથી આ થાંભલો તૂટીને ફૂટપાથ પર દાદા-દાદી સાથે બેઠેલા ચાર વર્ષના માસૂમ બાળકના માથા પર પડતા તેનું માથુ ફાટી ગયુ હતું અને સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત  નિપજ્યુ હતું. 

(5:34 pm IST)