Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વડોદરામાં મસાજ પાર્લરની રશિયન યુવતી સાથે પ્રેમ સંબંધની પત્નીને જાણ થઇ જતા પતિએ ઢોરમાર માર્યો: પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા:શહેરમાં સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ વચ્ચે બંધાયેલા પ્રેમસંબંધો ફરી એકવાર પોલીસ મથક સુધી પહોંચ્યા છે. આ વખતે સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે ખુદ તેની જ પત્નીએ જે પી રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ લખાવ્યુ છે કે, તેનો પતિ રશિયન યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. આ વિષે તેણે તેના પતિને પૂછતા ઉશ્કેરાયેલા પતિએ તેને એટલો માર માર્યો હતો કે, તેને ૨૦ ટાંકા આવ્યા હતા અને શરીરના અમુક અંગોમાં લક્વા પણ મારી ગયો હતો. 

શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા જીજ્ઞાાબેન પરેશભાઈ પટેલે જે પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ પરેશ સુરેશભાઈ પટેલ (રહે. ક્લાસિક ટાવર, અકોટા ગાર્ડન સામે) શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવે છે. વર્ષ ૨૦૧૪માં તે પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ  માટે રશિયાથી બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો. જમના નામ, હન્ના ચુકો અને વિક્ટોરિયા  છે. રશિયન યુવતી હન્ના ચુકો મસાજ થેરાપિસ્ટ છે. જે પી રોડ પોલીસ મથકે જીજ્ઞાાબેન પટેલે પોતાની પોલીસ ફરિયાદમાં નોંધાવ્યુ હતુ કે, મારા પતિ પરેશ પટેલ અને રશિયન યુવતી હન્ના ચુકો વચ્ચે અનૈતિક સંબંધ હતો. રશિયન યુવતીએ ભારતની સિટિઝનશીપ મેળવવા માટે મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાળકને જન્મ આપ્યો હતો. આ  બાળકના જન્મની નોંધણી તેણે વડોદરામાં કરાવી હતી. બાળકના જન્મ દાખલામાં તેના પિતા તરીકે મારા પતિ પરેશ પટેલનું નામ છે. મારા પતિ પરેશ પટેલે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સ્પષ્ટ થયુ હતુ કે, આ બાળક મારા પતિ પરેશ પટેલનુ જ છે. 

(5:33 pm IST)