Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૪૦૦ EVM જોઇશે

હાલ રાજકોટ પાસે ૧૭૦૦ પડયા છેઃ પંચની સુચના બાદ બેલના ઇજનેરોનું ચેકીંગ

રાજકોટ તા. ર૮ :.. રાજય ચૂંટણીપંચે કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, ટૂંક સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ફાઇનલ કરશે.

દરમિયાન કલેકટરની ચૂંટણી શાખાના સુત્રોના ઉમેર્યા પ્રમાણે નવુ સિમાંકન ફાઇનલ થયે જાહેરાત થયા બાદ ચંૂટણી પંચની સુચના મુજબ કોર્પોરેશનની ચૂંટણી માટે જોઇતા ઇવીએમનું બેંગલોરની બેલ કંપનીના ઇજનેરો ખાસ ચેકીંગ કરાશે.

આ સાધનોએ જણાવેલ કે હાલ આપણી પાસે કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૭૦૦ ઇવીએમ પડયા છે, ૧૪૦૦ ની જરૂરીયાત રહેશે, આ ઇવીએમ કેનાલ રોડ ઉપર આવેલ પ્રભાદેવી પુસ્તકાલય ખાતે બનાવાયેલ સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે.

(4:05 pm IST)