Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વિદેશથી આવતા કાચામાલની અછતને કારણે બોકસ ઉદ્યોગમાં તંગી

કોરોના કાળમાં બોકસ ઉદ્યોગને પડી રહી છે અનેક સમસ્યા : કોરોનાને પગલે આ વર્ષે ખોખા ઉદ્યોગમાં કાચામાલના ભાવમાં ભારે ભાવ વધારાને પગલે ખોખા ઉદ્યોગમાં આવી છે અનેક સમસ્યા

 રાજકોટઃ ચીનથી માલની આયાત બંધ થવાથી ખોખાના ઉદ્યોગને કેટલીક માઠી અસર થઇ છે. ખર્ચ વધ્યો છે તો સામે કાચામાલની આવક અને  ભાવ વધ્યો આથી કાર્ટૂન બનાવતા કારખાનામાં અત્યારે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. હાલ દેશમાં કોરોગેટેડ બોકસ ઇન્ડસ્ટ્રી માં ઉત્પાદનની પડતર ૨૦%  સુધી વધી જવા પામી છે. માત્ર સુરત શહેરમાં જ કાપડ ઉદ્યોગમાં ૮૦ થી ૧૦૦ કરોડ જેટલઈ માંગ વધી જવા પામી છે.

 દેશભરમાં કોરોગેટેડ ઓટોમેટિક યુનિટ ૩૫૦ અને સેમીઓટોમેટિક ઉદ્યોગ ૧૦ હજાર યુનિટ છે. જયાં ૬ લાખ લોકોને રોજગારી મળે છે, વર્ષનું ઉત્પાદન ૬૦ લાખ ટન તથા ૨૪ હજાર કરોડનો વેપાર નોંધાય છે. કોરોગેટેડ બોક્ષ એટલે કે કપડાં, સાડી, દવાઓ, અને આવી અનેક વસ્તુઓ માટે પૂઠ્ઠાના પેકેટ બને છે તે તેને કોરોગેટેડ બોકસ કહે છે, કોઈપણ વસ્તુ બોકસ વગર પેકીંગ શકય નથી એવામાં આવા બોકસની ડિમાન્ડ ખુબ વધી છે. લોકડાઉન સમયે યુરોપ,યુ. એસ.એ. માં વેસ્ટ પેપરનું ઉત્પાદન તદ્દન બંધ હતું અને પેટ્રો વેસ્ટથી બનતા ક્રાફટ પેપર ખાડી દેશોના માલને ચીનીઓએ જમા કરી લીધેલ છે, અત્યારે જયારે ચીની માલ ઉપર પ્રતિબંધ આવતા વેસ્ટ પેપર પૂરતી માત્રામાં ન મળી શકતા ભારતના ક્રાફટ પેપર ઉદ્યોગને ખરાબ અસર પડી છે, ભારતના ક્રાફટપેપર ઉદ્યોગમાં ૬૦% કાચોમાલ રિસાયકલ થી જયારે ૪૦ % માલ ચીન, યુ, એસ. એ, યુરોપ અને અન્ય દેશો માંથી આવતો હતો.

 કોરોનને લીધે આ માલ આવતો ઓછો થયો અથવા એમ કહીએ કે અપૂરતો આવતો થયો જેથી બોકસ ઉદ્યોગને હાલ વધારે ભાવ સહીત અનેક સમસ્યાઓ નડી રહી છે.

આયાતી માલમાં ભાવ પ્રતિ મેટ્રિક ટન ૪૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા વધારી દેવામાં આવ્યો છે.  (૪૦.૧૦)

 ગુજરાતમાં ૧૦૦થી વધુ પેપર મીલો

ગુજરાતમાં ૧૦૦ થી વધુ પેપર મિલ છે. સુરતમાં ૧૫૦ સહીત અન્ય ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક મિલોને ગુજરાતના ૧૦૦ થી વધુ ઉદ્યોગો કાચોમાલ પહોંચાડે છે જેમાં વાપી, મોરબીમાં ૨૦ થી ૨૨ સુરતમાં ૧૧ અને વડોદરામાં અંકલેશ્વરમાં ૧૦ થી ૧૨ મિલો છે. આ બધી જ મિલોમાં કાચામાલમાં અત્યારે ૫૦% માલ જ મળે છે.

(3:58 pm IST)